MEHSANAVIJAPUR

પાટણ કોર્ટમાં વકીલ પર હુમલા મુદ્દે વિજાપુર બાર એસોસિએશનનો વિરોધ, ‘એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ’ લાગુ કરવાની માંગ

પાટણ કોર્ટમાં વકીલ પર હુમલા મુદ્દે વિજાપુર બાર એસોસિએશનનો વિરોધ, ‘એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ’ લાગુ કરવાની માંગ

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બાર એસોસિએશન દ્વારા પાટણ કોર્ટ પરિસરમાં વકીલ પર થયેલા હિંસક હુમલાની ઘટનાનો સખત વિરોધ નોંધાવી સ્થાનીક મામલતદાર અતુલસિંહ ભાટી ને આવેદનપત્ર પત્ર સુપ્રદ કરી વકીલો ની અવાજ સરકાર સુધી પોહચાડવા રજુઆત કરી હતી. આ બાબતે રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. બાર એસોસિએશન દ્વારા ગાંધીનગર સ્થિત ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષ સંઘવી સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં આવેદન પાઠવી વકીલોની સુરક્ષા માટે તાત્કાલિક કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
આવેદનમાં જણાવાયું છે કે પાટણ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી દરમિયાન એક વકીલ પર જીવલેણ હુમલો થવાની ઘટના માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નહીં પરંતુ સમગ્ર ન્યાય પ્રણાલી અને કાયદાના શાસન પરનો ગંભીર પ્રહાર છે. આવી ઘટનાઓ વકીલોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. બાર એસોસિએશને રજૂઆતમાં માંગ કરી છે કે પાટણની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી તટસ્થ તપાસ કરવામાં આવે અને દાખલારૂપ સજા આપવામાં આવે. ઉપરાંત, વકીલોને ન્યાયિક કામગીરી દરમિયાન નિર્ભયતાથી ફરજ બજાવવા માટે રાજ્ય સરકારે વહેલી તકે ‘એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ’ અમલમાં મૂકવો જોઈએ.
એસોસિએશને કોર્ટ પરિસરમાં કાયમી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગ કરી છે.
oppo_0
જેમાં કોર્ટના પ્રવેશદ્વારે પોલીસ બંદોબસ્ત, મેટલ ડિટેક્ટર દ્વારા ચકાસણી, હાઈ-ડેફિનેશન CCTV કેમેરા સ્થાપન અને આઈડી કાર્ડ વગર પ્રવેશ પર પ્રતિબંધ જેવી વ્યવસ્થા કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત જિલ્લા કક્ષાએ ‘સ્પેશિયલ સેફ્ટી સેલ’ રચી વકીલોને મળતી ધમકીઓ અને સુરક્ષાસંબંધી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. બાર એસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે ન્યાયતંત્રના મહત્વપૂર્ણ અંગ એવા વકીલો કોર્ટ પરિસરમાં જ અસુરક્ષિત અનુભવતા હોય તે લોકશાહી માટે ચિંતાજનક છે. સરકારે સંવેદનશીલતા દાખવી વકીલોની સુરક્ષા અને સન્માન જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરીયાત ઉભી થવા પામી છે.

Back to top button
error: Content is protected !!