GUJARATSINORVADODARA

રમજાન માસનો પ્રારંભ થતાં સાધનીની મદીના મસ્જિદને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવી


ફૈઝ ખત્રી…શિનોર
સમગ્ર વિશ્વભરમાં રમજાન માસનો પ્રારંભ તથા મુસ્લિમ સમાજમાં ખુસીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે
શિનોર તાલુકાના સાધલી ગામમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો ભવ્ય પ્રારંભ થયો છે. રમજાનના આગમન સાથે જ ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. સાધલીની મદીના મસ્જિદને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે, જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જી રહી છે.
રમજાન માસ ઇબાદત, તપસ્યા અને આત્મશુદ્ધિનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી ભૂખ અને તરસ સહન કરીને ખુદાની બંદગી કરે છે. રોજા દ્વારા સહનશીલતા, સંયમ અને આધ્યાત્મિકતા વિકસે છે.
ઉનાળાની ગરમી વચ્ચે પણ પુરુષો, મહિલાઓ અને નાના બાળકો ઉત્સાહપૂર્વક રોજા રાખતા હોય છે. મસ્જિદોમાં પાંચ સમયની નમાજ, કુરાન પાઠ અને રાત્રે ખાસ તરાવીહ નમાજ અદા કરવામાં આવતી હોય છે.
રમઝાન માસ નો પ્રારંભ થતાં ની સાથેજ સમગ્ર સાધલી ગામમાં ભાઈચારો અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે. રમજાન માસ સમાજમાં સેવા, દાન અને સહાનુભૂતિની ભાવના મજબૂત બનાવે છે.

Back to top button
error: Content is protected !!