ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા રાણાસૈયદ સર્કલ નજીક ત્રણ હોટલ માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા રાણાસૈયદ સર્કલ નજીક ત્રણ હોટલ માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ

*મોડાસા બાયપાસ રોડ પરની હોટલ,ઢાબા અને પાન પાર્લર, ગલ્લાઓ પર અસામાજિક તત્ત્વોનો અડિંગો*

*મોડાસા ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા વગરના હોટલ અને ઢાબાના માલિકો સામે સખ્ત કાર્યવાહી હાથધરી*

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી હોટલ, ઢાબા અને ગેસ્ટહાઉસમાં સીસીટીવી કેમેરા નહીં લગાવનાર

સંચાલકો સામે પોલીસ સખ્ત કાર્યવાહી કરી રહી છે મોડાસા ટાઉન પોલીસે બાયપાસ રોડ પર રાણાસૈયદ સર્કલ પર આવેલ ત્રણ હોટલ અને ઢાબા માલિક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે રાજ્ય ગૃહ વિભાગે નક્કી કરેલ ધારા ધોરણ મુજબ ગુણવત્તા સભર સીસીટીવી કેમેરા નહીં લગાવનાર અને જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરનાર હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે તપાસ હાથધરતા રાણાસૈયદ સર્કલ પર આવેલ ન્યુ હરિયાણા મેવાત,ન્યુ નેશનલ મેવાત અને ન્યુ અલવર મેવાત હોટલ પર ગુણવત્તા સભર સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળતા પોલીસે 1) સુબાન ઇશાક મિયાંસાબ (રહે, આધંકા, રાજ), 2)અબ્બાસ સરફખા પઠાણ (રહે,જીવત-હરીયાણા) અને 3)રાશીદખાન ઈલિયાસ ખાન મેવ (રહે,પાપડા-રાજ)ની અટકાયત કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો હતો મોડાસા ટાઉન પોલીસની સખ્ત કાર્યવાહીના પગલે હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે

Back to top button
error: Content is protected !!