GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં યુવાનની હત્યાના વિરોધમાં સજ્જડ બંધ: સોની બજારના વેપારીઓમાં રોષ

MORBI:મોરબીમાં યુવાનની હત્યાના વિરોધમાં સજ્જડ બંધ: સોની બજારના વેપારીઓમાં રોષ

 


મોરબી શહેરમાં ગઈકાલે રાત્રે જતીનભાઈ સોની નામના યુવાનની કરપીણ હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સોની સમાજમાં જોવા મળી રહ્યા છે, જેના વિરોધમાં આજે મોરબીની મુખ્ય સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



​મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા જતીનભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ તાત્કાલિક મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.


​બે શખ્સો સામે ફરિયાદ આ મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં બે મુખ્ય શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે: ભૂરિયો નામનો શખ્સ – ​નંદા બોરીચા (બી.કે. બોરીચાનો પુત્ર) વેપારીઓની માંગ સોની બજારના વેપારીઓ અને આગેવાનોની મુખ્ય માંગ છે કે: ફરાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.કેસ ચલાવીને આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. શહેરમાં વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.હાલમાં સોની બજારમાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!