ARAVALLIGUJARATMODASA

મોડાસા શહેરમાં મોડીફાઈ સાઇલેન્સર ધરાવતી 8 બુલેટ સામે પોલીસની કડક કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા શહેરમાં મોડીફાઈ સાઇલેન્સર ધરાવતી 8 બુલેટ સામે પોલીસની કડક કાર્યવાહી

મોડાસા : મોડાસા શહેરમાં મોડીફાઈ સાઇલેન્સર લગાવી ધ્વની પ્રદૂષણ ફેલાવતા બુલેટ મોટરસાઇકલ ચાલકો સામે મોડાસા ટાઉન પોલીસે ખાસ ડ્રાઇવ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ), અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તેમજ મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા દ્વારા શહેરમાં ખાસ કરીને શાળા-કોલેજો અને તેની આસપાસ ધ્વની પ્રદૂષણ કરતી બુલેટ મોટરસાઇકલ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

સ્થાનિક સ્તરે મળેલી મૌખિક રજૂઆતોને આધારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળા દ્વારા તાબાના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું.આ કામગીરી દરમિયાન કુલ ૮ બુલેટ મોટરસાઇકલ ચાલકો વિરુદ્ધ મોડીફાઈ સાઇલેન્સર લગાવી ધ્વની પ્રદૂષણ કરવાના ગુનામાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ દ્વારા જણાવાયું છે કે આ ડ્રાઇવ હાલમાં પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ શાળા-કોલેજ વિસ્તાર તથા જાહેર સ્થળોએ ખાસ નજર રાખવામાં આવશે.મોડાસા ટાઉન પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં ધ્વની પ્રદૂષણ ઘટાડવા સાથે શૈક્ષણિક વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!