થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજીનો ૧૭ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જૂનાગામ તળમાં બિરાજમાન રાજરાજેશ્વરી નગરદેવીશ્રી બહુચર માતાજીના નવીન મંદિરના જીર્ણોધારને આજરોજ ફાગણ સુદ-૩ ને શુક્રવાર તા.૨૦/૦૨/૨૦૨૬ ના રોજ ૧૭ વર્ષ પૂર્ણ થતા સવારે ૯ -૧૫ કલાકે દરજી મનસુખભાઈ

થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજીનો ૧૭ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જૂનાગામ તળમાં બિરાજમાન રાજરાજેશ્વરી નગરદેવીશ્રી બહુચર માતાજીના નવીન મંદિરના જીર્ણોધારને આજરોજ ફાગણ સુદ-૩ ને શુક્રવાર તા.૨૦/૦૨/૨૦૨૬ ના રોજ ૧૭ વર્ષ પૂર્ણ થતા સવારે ૯ -૧૫ કલાકે દરજી મનસુખભાઈ નરસિંહભાઈ પરિવારના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી હિતેષભાઈ ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે બપોરે ૩ કલાક સુધી યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ કલાકે ધ્વજા રોહણ કરવામાં આવેલ.બપોરે ૩ કલાકે શ્રીફળ હોમી આરતી બાદ નગરદેવીશ્રી બહુચર માતાજીના નિજ મંદિરે થી શોભાયાત્રા નીકળેલ જે સર્વ પ્રથમ દરબાર ગઢમાં વિસામો કરી હાઈસ્કૂલ રોડ થઈ તાણાં રોડ પર બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે પહોંચેલ ત્યાં પૂજારી મુકેશભારથી સોમભારથી ગૌસ્વામીએ માતાજીની આરતી દ્વારા સ્વાગત કરેલ.ગોપાલ ચૌહાણ સહિત શ્રી રાજા બહુચર ગ્રુપના કાર્યકરો દ્વારા આઈસ્ક્રી અને બહુચર પેલેસના રાજુભાઈ સોની દ્વારા ઠંડી છાશ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો.પ્રસાદ લઈ શોભાયાત્રા થરા નગરનું પરિભ્રમણ કરી નિજ મંદિરે પહોંચી સાંજે આરતી બાદ પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા.શોભાયાત્રામાં નગરદેવીશ્રી બહુચર માતાજી મંદિરના પૂજારી,રાજુભાઈ સોની,હરિભાઈ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી,ગૌરાંગ સોની, ઘનશ્યામભાઈ જોષી,હરેશભાઈ મોચી તેમજ તાણા-થરા નગરના ભાવિક ભક્તો જોડાયા
નટવર.કે.પ્રજાપતિ ,થરા.
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





