GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાની પઠાણી ઉઘરાણી; છેલ્લા ૩ દિવસમાં બાકી વેરા ધારકોની ૩૮ હજારની રિકવરી અને ૧૭ મિલકતો સીલ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા ૭૨ કલાકમાં શહેર વિસ્તારમાં આવેલ કુલ ૧૭ કોમર્શિયલ તથા રહેણાક મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉથી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મિલકતધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાતા કાયદેસરની પ્રક્રિયા અનુસરી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વોર્ડ ક્રમાંક નંબર ૦૩ અને ૦૮ માં કુલ ૧૭ કોમર્શિયલ મિલકત પર સીલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન અમુક કોમર્શિયલ/રહેણાક મિલકત માલિકોએ સ્થળ પર વેરા ચુકવણી કરવામાં આવી હતી જે મુજબ અંદાજે છેલ્લા ૩ દિવસમાં રોકડ રૂ. ૩૮,૦૦૦,૦૦ /- રિકવર થયા હતા. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાકી વેરો વસૂલ કરવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે. અને વધુ સખ્તાઈથી કામગીરી થનાર છે..જેથી પણ પ્રકારની ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં, બાકીદારોને અંતિમ તક તરીકે તાત્કાલિક બાકી રકમ ભરપાઈ કરી મિલકત અનસીલ કરાવવા સૂચના આપવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં ચૂકવણી નહીં કરવામાં આવે તો આગળની વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા તમામ મિલકતધારકોને અનુરોધ કરે છે કે તેઓ સમયસર વેરો ભરપાઈ કરી નગર વિકાસમાં સહભાગી બને. વધુ માહિતી અથવા સહાય માટે વેરા વિભાગ, નવસારી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.વધુમાં વેરાધારકોની સુવિધા માટે દર શનિવાર અને રવિવારે પણ વેરા વિભાગની કચેરી કાર્યરત રહશે..

Back to top button
error: Content is protected !!