
રિપોર્ટ : યશ માંકડ, પ્રતીક જોશી
તારીખ : ૨૦-૦૨-૨૦૨૬
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં કચ્છમાંથી ગુજરાતની વિક્રમી એસેમસી ની રેડે કેટલાકના આંખે ધોળા દિવસે તારા લાવી દીધા
પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામના સર્વે નંબર ૩૯મા દરોડો પાડી વિદેશી દારૂના મસમોટા કટિંગ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલે કાયદાનો સકંજો કાશયો, SMC પીએસઆઈ ગળચરના નિતૃત્વમાં કુલ ૫૬ હાજર થી વધુ દારૂની બોટલો સાથે કુલ રૂપિયા ૫.૯ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો,વડવાળા ગામના સર્વે નંબર ૩૯ માં દારૂની કટિંગ ચાલતી હોવાની ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડી કુલ રૂપિયા ૪,૦૦,૮૫,૨૭૦ ના વિદેશી દારૂ સાથે દારૂની હેરફેર અર્થે વપરાતા મોટા વાહનો જેમાં ટાટા કંપનીના ૨ ટ્રક, ૩ ટાટા મિનિ ટ્રક,૧ મહેન્દ્ર પીકઅપ મળીને કુલ ૬ વાહનો જેની કિંમત ૧ કરોડ ૮ લાખ ૨૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઘટના સ્થળેથી જસરામ જગા ભરવાડ (રહે.રાપર) સાથે વિશાલ બિરેન કરમકામ (રહે.મેઘપર,બોરીચી) ને દબોચી લીધા હતા અને આગળની કાર્યવાહી અને તપાસ પધ્ધર પોલીસને સોંપાઈ હતી.ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલ સીધી કામગીરી અનુસંધાને સ્થાનીક પોલીસ પર વધુ સવાલોનો ભરમાર થઇ રહ્યો છે, SMC ને જો આવા મસમોટા કૌભાંડની ચોક્કસ માહિતી મળીતી હોય ત્યારે સ્થાનિક પોલીસ ફક્ત વિટામીન એમ ની ઉણપ સંતોષી રહી છે તેમાં શંકા ને કોઈ સ્થાન નહિ હોય તેવા આક્ષેપોની ચર્ચાઓ પણ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી હતી
આત્વિકતા જોવા જઈએતો SMCની સફળ કામગીરીની કલાકોમાં જ પોલીસે ૨૩ જેટલા નામીચા બુટલેગરોની યાદી પણ આજે જાહેર કરી છે, જયારે આજદિન પહેલા પણ કચ્છમાં ઘણા વિપુલ માત્રામાં દારૂ અનેક વખત ઝડપાયો છે ત્યારે ગુજરાતમાં નામ માત્રની દારૂ બાંધી હોવાનો ખુલાસો SMC ની આ કામગીરીએ કર્યો છે કેમકે ગુજરાતનો આ વિક્રમી જથ્થો જથ્થો જડપીને અગાઉના વિક્રમો તોડી નાખ્યા છે ત્યારે ગુજરાતની સીમાએથી વિદેશી દારૂની ટ્રકો ઓળંગાવવામાં સારથી સ્વરૂપી સહાયી ચહેરા કેમ હજી પડદા પાછળ છે? તે પણ વિચારવું રહ્યું. આ મુદ્દેજો તપાસ કોઈ કર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ અધિકારીને સોંપવામાં આવેતોજ આ ઘટનાના મૂળ સુધી જતી કળી સુધી પહોંચી શકાય, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ બેડાના કેટલા અધિકારીઓ લીવ રીઝર્વ માં જાય છે અને કેટલાની આંતરિક બદલીઓ થાય છે તે જોવું રહ્યું.



