AHAVADANGGUJARAT

ડાંગની વઘઇ પોલીસની ટીમે મોબાઇલ ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો..

 

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ વડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. આર.ડીમરીનાં માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.આ સૂચનાઓના અનુસંધાને વઘઇ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી તથા તેમની ટીમે વઘઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુના નં.૧૧૨૧૯૦૦૭૨૬૦૦૦૭૫/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો ગણતરીના કલાકોમાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ડિટેક્ટ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.વઘઇ પોલીસે આરોપી પાસેથી ચોરી ગયેલ VIVO કંપનીનો રૂ. ૧૭,૦૦૦/- કિંમતનો મોબાઇલ ફોન મુદ્દામાલ તરીકે કબજે કર્યો છે.ઝડપાયેલા આરોપીનું નામ રુબાબ હુસેન મદારી, રહે.અશોકનગર,ડોડાઈચા,તા. સિખેડા,જી.ધુળે (હાલ રહે. રાવનગર, લિંબાયત, સુરત શહેર) હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે વધુ તપાસ વઘઇ પોલીસ મથકના પી.આઈ વી.કે.ગઢવી તથા પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂત દ્વારા હાથ ધરવામાં આવી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!