GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

WAKANER વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

 

વાંકાનેર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતા વાંકાનેર સિટી પોલીસે મિલ પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૨૯,૦૦૦ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​મળતી વિગતો મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મિલ પ્લોટ, ડબલચાલી શેરી પાસે આવેલા જાહેર પટમાં કેટલાક શખ્સો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે કોર્ડન કરીને સાત શખ્સોને દબોચી લીધા હતા.​ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર (ઉ.વ. ૫૦)બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા (ઉ.વ. ૩૬) સબીરભાઇ હાસમભઇ કટીયા (ઉ.વ. ૩૧) . અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા (ઉ.વ. ૫૫) મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા (ઉ.વ. ૫૫)  રશુલભાઇ રહીમભઇ મોવર (ઉ.વ. ૩૦) ૭. હાસમભાઇ દોશમામદભાઇ મોવર (ઉ.વ. ૩૦) પોલીસે ઘટનાસ્થળેથી જુગારના સાહિત્ય સહિત કુલ ₹૨૯,૦૦૦ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબજે કરી છે. તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!