વિજાપુર એસ.ટી. ડેપોમાં કચરો ફેંકનાર અને પાન મસાલાની પિચકારી મારનાર સામે કડક કાર્યવાહી, દંડની ચેતવણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે આવેલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના એસ.ટી. ડેપોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો તેમજ બસમાં જાહેરમાં કચરો ફેંકતા અથવા પાન મસાલાની પિચકારી બોલાવતા મુસાફરો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.તેવી ચેતવણી આપવા માં આવી છે.ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડેપો પરિસર અને બસની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરતા મુસાફરોને તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં એસ.ટી. ડેપોનો આ નિર્ણય પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.






