રોટરી ક્લબ હાલોલ દ્વારા ટ્રાયકલર હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ કલરવ સ્કૂલ ખાતે યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૨.૨૦૨૬
સતત નિરંતર સેવા કાર્યોમાં પ્રવૃત્ એવી રોટરી ક્લબ હાલોલ દ્વારા આજરોજ રવિવાર તારીખ 22 ફેબ્રુઆરી 2026 ના રોજ કલરવ સ્કૂલ ખાતે વડોદરા ની ટ્રાયકલર. હોસ્પિટલ ના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લગભગ 82 હૃદય રોગ અંગે કાર્ડિયોલોજિસ્ટ, મગજ તથા કરોડરજ્જુ માટે ન્યૂરો સર્જન અને કીડની, પથરી, પ્રોસ્ટેટ માટે યુરોલોજિસ્ટ અંગેની પોતાની તકલીફોના નિવારણ માટે આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો.દર્દીઓ નું વજન,બી.પી., સુગર લેવલ તથા ECG વિગેરે પણ ચેક કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ટ્રાયકલર તરફે જાણીતા અનુભવી ડોક્ટર્સ તથા સ્ટાફે પોતાની સેવાઓ આપી તેમજ વહીવટીય ક્ષેત્રે ક્લબના પ્રમુખ હાર્દિક જોશીપુરા,મંત્રી વૈભવ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ પરીખ તથા અન્ય સભ્યોએ હાજર રહી સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.કલરવ શાળા તરફે આચાર્ય ડૉ. કલ્પનાબેન જોશીપુરા દ્વારા શુભેછા પાઠવવા ઉપરાંત જરૂરી સવલતો તેમજ ચા નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.















