GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં સામાન્ય બોલાચાલીમાં દંપતીએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો

 

WAKANER:વાંકાનેરમાં સામાન્ય બોલાચાલીમાં દંપતીએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો

 

વાંકાનેર શહેરમાં આવેલ ભુરીયા સોસાયટીમાં યુવક આરોપીના ઘરે ગયેલ હોય સમાધાન માટે યુવકના બહેન રીસામણે હોય જેથી સમાધાન માટે જતા યુવકને આરોપીઓને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમા આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા મોહમમદ શરીફ ભાઈ હનીફભાઈ પાયક (ઉ.વ.૩૮) એ આરોપી સલીમભાઈ લોલાડિયા તથા તેમના પત્ની સઈદાબેન વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બહેન રીસામણે હોય જેથી તેના સમાધાન માટે ફરીયાદી તથા સાથી આરોપી સલીમભાઈના ઘરે સમાધાન માટે ગયેલ હોય ત્યારે આરોપી સઇદાબેનએ ફરીયાદીને જેમફાવે તેમ બોલતા ફરીયાદીએ જેમફાવે તેમ બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને જમણા હાથમા બટકુ ભરી લિધેલ તથા આરોપી સલીમએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારતા સાથીઓએ ફરીયાદીને છોડાવેલ અને ઘરેથી બહાર જતા હોય ત્યારે આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!