MORBI:મોરબીના જેતપર-રાપર વચ્ચે કાર નાળામાં ખાબકી, મહેન્દ્રનગરના બે યુવકોના કરુણ મોત.

MORBI:મોરબીના જેતપર-રાપર વચ્ચે કાર નાળામાં ખાબકી, મહેન્દ્રનગરના બે યુવકોના કરુણ મોત.
મોરબી: મોરબીના મહેન્દ્રનગર પંથકમાં આજે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જેતપર અને રાપર ગામ વચ્ચે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં મહેન્દ્રનગરના બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બેકાબૂ બનેલી ક્રેટા કાર પાણી ભરેલા નાળામાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગરના બે યુવકો પોતાના કામ અર્થે કાર લઈને નીકળ્યા હતા. તે દરમિયાન જેતપર અને રાપર ગામની વચ્ચે આવેલી એક ગોળાઈ પર તેમની ક્રેટા કાર અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. કાર પલટી ખાઈને સીધી બાજુમાં આવેલા પાણી ભરેલા નાળામાં જઈ પડી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર નિલેશ કાનાણી (ઉંમર ૩૪ વર્ષ) – ભીખાલાલ તલસાણીયા (ઉંમર ૩૦ વર્ષ) બંને યુવકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ તંત્રને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ કારને બહાર કાઢી બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી, કાર બેકાબૂ થવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવકોના મોતના સમાચારથી મહેન્દ્રનગરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.








