AHAVADANGGUJARAT

નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતું ભોજન નિમ્ન કક્ષાનું; તંત્ર મૌન રહેતા વિધાર્થીઓના આરોગ્ય સાથે છેડા…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નાયક ફાઉન્ડેશન દ્વારા નવસારી જિલ્લામાં આપવામાં આવતું મધ્યાહન ભોજન હલકી ગુણવતાનું હોવાના વારંવાર આક્ષેપો ઉઠવા છતા તંત્ર ભેદી મૌન રહેતા વિધાર્થીઓના આરોગ્ય સાથે છેડા થતાં વિધાર્થીઓ અને વાલીઓ સહિત લોકોમાં વિચારોનું વંટોળ ઉભો થયો છે.

આ બાબતે ખેરગામના સામાજિક આગેવાન ડો.નિરવભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લામાં શાળાદીઠ ભોજન બનાવનાર રસોઈયાઓને કોન્ટ્રાકટ સોંપી તાજું ભોજન અપાવવા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.જેમાં નાયક ફાઉન્ડેશન અને હલકી ગુણવતાના ભોજનની વારંવારની ફરિયાદો એકબીજાની પર્યાય બની ગઈ હોવા છતાં નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા નાયક ફાઉન્ડેશન માટે ભેદી મૌન વિરોધના અનેક વંટોળ ઉભા કરી રહ્યું છે. હાલમાં જ ખેરગામ તાલુકાના નાધઈ ગામની પ્રાથમિક શાળામાં નાના બાળકોના નાસ્તા માટેના ચણામા અખાદ્ય પોટલી મળી આવેલ છે જેના લીધે  વાલીઓ સહિત અનેક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ બાબતે મુખ્યમંત્રીને કરેલી ફરિયાદ બાબતે ખેરગામના યુવા આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાયક ફાઉન્ડેશન દ્વારા હલકી ગુણવતાનું ભોજન પીરસાતુ હોવાની તેમજ જીવડાં સહીત વિવિધ અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતી હોવાની ફરિયાદો વખતોવખત બાળકો, વાલીઓ અને જાગૃત નાગરિકો ઉઠાવતા રહેતા હોય છે અને વાંસદા તાલુકામાં તો ઘણી શાળાઓમાં મધ્યાહન ભોજન નહીં લેવાના ગ્રામજનો દ્વારા ઠરાવો પણ કર્યા છે તેમ છતાં નાયક ફાઉન્ડેશન વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરવામાં કયા કારણોસર કાચું પડે છે તે અમારા સમજ બહારની વાત છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ને નવસારી જિલ્લાના કેન્દ્રીય મધ્યાહન ભોજનની યોજના બંધ કરી ભૂતકાળની માફક શાળાઓમાં સ્થાનિક રસોઈયા રાખીને તાજું પૌષ્ટિક ભોજન જે અમારા જેવા સરકારી શાળાના વિદ્યાર્થીઓ રહી ચૂકેલ યુવાનો પણ ભૂતકાળમા ખાઈ ચુક્યા છે તે જ યોજના પુન:સ્થાપિત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએથી જ રોજગારી પણ મળી રહે અને બાળકોને પણ આરોગ્યપ્રદ ભોજન મળી રહે એ બાબતની રજૂઆત કરેલ છે.હવે જોવાનું એ રહ્યું કે અન્ય રાજનેતાઓ કરતા સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ બાબતે નવસારી જિલ્લાના ગરીબ બાળકો સાથે થતું અન્યાય રોકી ન્યાય અપાવે છે કે નહીં ! એ જોવું રહ્યું ..

Back to top button
error: Content is protected !!