થરા ખાતે પાલિકા દ્વારા સ્વદેશી મેળો- (શોપિંગ ફેસ્ટિવલ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે થરા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળા નું આયોજન

થરા ખાતે પાલિકા દ્વારા સ્વદેશી મેળો- (શોપિંગ ફેસ્ટિવલ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે થરા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળા નું આયોજન થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,પ્રમુખ ચેતનાબેન સોની, પૂર્વ પ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઉપપ્રમુખ નીતાબા વાઘેલા, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ તથા કોર્પોરેટરો,ડૉ. રાજેશ બ્રહ્મભટ્ટ,બનાસડેરી ના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, પ્રવીણભાઈ પરમારની ઉપસ્થિતિમા સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નગર પાલિકા દ્વારા આયોજીત સ્વદેશી મેળો ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેમાં હસ્તકલાની વસ્તુઓ, માટીની બનાવટની વસ્તુઓ ક્રાફટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સ્વદેશી મેળો એ એક એવો મેળો છે જ્યાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરે છે.આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને “વોકલ ફોર લોકલ”નો સંદેશ આપવાનો છે.થરા પાલિકાના પી.ડબ્લ્યુડીમાં ૨૩ થી ૨૮ ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળો ચાલશે.જેમાં ૩૦ જેટલા સ્ટોલ્સ મુકાયા છે,જેમાં સખી મંડળની બહેનો અને નાના કારીગરો તેમના ઉત્પાદનોનું વેચાણ કરશે.બ.કાં.જિલ્લા ભાજપના પૂર્વમહામંત્રી ભારતસિંહ ભટેસરીયા અને ચીફ ઓફિસર બાબુભાઈ જોષીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થકી દેશ માં બનતી ચીજ વસ્તુઓ લોકો ખરીદી શકે અને સ્વદેશી નું ગૌરવ લઈ શકે તે માટે આવા મેળાનું આયોજન કરવામાં આવે છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530







