
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – “ન્યુ બોમ્બે ઝાયકા” હોટલ મેઘરજમાં હોટલમાં CCTV કેમેરા ન લગાડતા માલિક સામે કાર્યવાહી, એસ.ઓ.જી. પોલીસે ગુનો નોંધ્યો
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે અરવલ્લી એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાં ફરજિયાત સી.સી.ટી.વી. કેમેરા ન લગાડતા હોટલ માલિકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા દ્વારા જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અરવલ્લી-મોડાસા ટીમ દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મોડાસા-મેઘરજ રોડ ઉપર ગ્રીન પાર્ક ચોકડી નજીક આવેલી “ન્યુ બોમ્બે ઝાયકા” હોટલમાં જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબ ફરજિયાત સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત ન કરાયા હોવાનું સામે આવ્યું હતું.જેથી હોટલ માલિક મુનીરખાન સદીકખાન પઠાણ, મૂળ રહેવાસી ભેલાગાંવ, તા. જમનાહ, જી. શ્રાવસ્તી (ઉત્તરપ્રદેશ) અને હાલ ન્યુ બોમ્બે ઝાયકા હોટલ, મેઘરજ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 223 મુજબ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





