GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સુરજબાગના રીનોવેશનમાં તંત્રની ઘોર બેદરકારી, મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રિક્ષાનો કચરણઘાણ

MORBI:મોરબી સુરજબાગના રીનોવેશનમાં તંત્રની ઘોર બેદરકારી, મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રિક્ષાનો કચરણઘાણ

 


​મોરબી: મોરબીના સ્ટેશન રોડ પર આવેલા ઐતિહાસિક સુરજબાગના રીનોવેશનની કામગીરી હાલ ચાલી રહી છે, પરંતુ આ કામગીરી દરમિયાન નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખોદકામ દરમિયાન સુરક્ષાના નિયમોને નેવે મૂકતા એક વિશાળ વૃક્ષ જાહેર માર્ગ પર ધરાશાયી થયું હતું, જેમાં જાનહાનિ ટળી છે પરંતુ મોટું આર્થિક નુકસાન થયું છે. પાયા ખોદતી વખતે સર્જાયો અકસ્માત

​મળતી માહિતી મુજબ, સુરજબાગની ફરતે બિમ-કોલમ ઊભા કરવા માટે જેસીબી મશીન દ્વારા ઊંડા પાયા ખોદવામાં આવી રહ્યા હતા. આ ખોદકામ દરમિયાન રોડની ધારે આવેલા એક વર્ષો જૂના મહાકાય વૃક્ષના મૂળ કપાઈ જતાં તે અચાનક જાહેર રોડ પર ખાબક્યું હતું.રિક્ષા દબાઈ, એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત ​આ અકસ્માત સમયે રોડ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા પર આખું વૃક્ષ ખાબકતા રિક્ષાનો કચરણઘાણ નીકળી ગયો હતો. સદનસીબે રિક્ષાચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જોકે, બાજુમાંથી પસાર થતા એક એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

 

Back to top button
error: Content is protected !!