જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિસાવદર ખાતે રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ તથા કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિસાવદર ખાતે રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ તથા કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો

વિસાવદર ખાતેની દેવમણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.આ તકે શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ-તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરી ખાતે નામ નોંધણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે, ઔધોગીક ભરતીમેળા, કારકિર્દી માર્ગદર્શન, આર્મી નિવાસી તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર, કાઉસેલીંગ વગેરે વિશે વિધાર્થીઓને માહીતગાર કરાયા હતા. આ નામ-નોંધણી કેમ્પ માટે કચેરીના કાઉન્સેલર વી.ટી.પાચાલીયા અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર શ્રી એસ.ડી.યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, તથા ઓવરસીજ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર રાજકોટના કાઉન્સેલર શ્રી હાર્દિકભાઈ મહેતા દ્વારા વિદેશમાં રોજગારી, અભ્યાસ, પાસપોર્ટ કઢાવવા માટેની પ્રક્રિયા, વિઝા ઈન્ટરવ્યું જેવા વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી-જુદી સેવાઓ મેળવી શકે છે. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાનાં યુવાઓ કચેરીના લાભોનો મહતમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ-શક્તિ નાણાંનો વ્યય અટકાવાનાં આશયથી જિલ્લાની શાળા-કોલેજો-ઔધોગીક સંસ્થાઓમા નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી ડી.એ.પરમારનાં માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





