GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના વનાળિયા (શારદાનગર)પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓએ CET પરીક્ષા-2026માં મેદાન માર્યું.

 

MORBI મોરબીના વનાળિયા (શારદાનગર)પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓએ CET પરીક્ષા-2026માં મેદાન માર્યું.

 

​મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર (ગુજરાત રાજ્ય) દ્વારા તાજેતરમાં જાહેર થયેલા CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) – 2026 ના પરિણામમાં મોરબી જિલ્લાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને લગનથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી શાળા પરિવાર અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.શાળામાંથી ટોપ-5 માં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની વિગત નીચે મુજબ છે:

​પ્રથમ ક્રમ: અલ્ફીઝા સુમરા (65 ગુણ) દ્વિતીય ક્રમ: નવ્યા અજાણા (61 ગુણ) તૃતીય ક્રમ: સમીર સુમરા (59 ગુણ) ચોથો ક્રમ: કુંજ અજાણા (56 ગુણ) પાંચમો ક્રમ: તમન્ના લુઠર (55 ગુણ) આ શાનદાર સફળતા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે, “વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રયાસ એ જ શાળાનું સાચું ગૌરવ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈને તેઓએ શાળાનું નામ ઊંચું કર્યું છે.”આ તમામ બાળકો ભવિષ્યમાં પણ જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સફળતાના નવા શિખરો સર કરે તેવી શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!