સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે બનાવેલ આરસીસી રોડમાં વ્યાપક ગેરરીતિ સામે ગ્રામજનોમાં આક્રોશ

સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે બનાવેલ આરસીસી રોડમાં વ્યાપક ગેરરીતિ સામે ગ્રામજનોમાં આક્રોશ
અમીન કોઠારી મહીસાગર….
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના ગ્રામજનો માટે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત વિકાસના કામો માટે ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે.
♦
પરંતુ હાલમાં જ બટકવાડા ગામના રીંછડી ફળિયામાં રહેતા સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ હાલમાં જ ગામ પંચાયતદ્વારા આરસીસી રોડ બનાવવામાં આવેલ છે. જેમાં સરકારના નિયમો અનુસાર ને પલાન એસટીમેનટ મુજબ નહી બનતા ને આ આરસીસી રોડની કાગીરીમા સારી ગુણવત્તા વાળું મટીરીયલ્સ વાપરવાનું હોય છે પરંતુ આ ગામપંચાયતદ્વારા આઆરસીસી રોડમાં હલકી કક્ષાનું માલ સામાન વાપરવામાં આવેલું છે. સરકાર દવારા ગામડાઓના વિકાસ માટે ગાનટ ફાલવેછે. પરંતુ વિકાસ ના કામો માં મીલીભગત થી સરકારી નાણાં સગેવગે કરી સત્તાના નશામાં સંબંધિત કચેરીઓના કર્મચારી કે અધિકારીઓની મીલીભગતની રહેમનજર હેઠળ વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે. નહીંવત હલકી ગુણવત્તાનો સામાનનો ઉપયોગ કરી સદર આરસીસી રોડ વધુ સમય સુધી ટકી શકે તેમ નથી જેના લીધે આ તો વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ સર્જવા પામેલ છે.સદર ફળિયામાં રહેતા ગ્રામજનોમાં આ રોડની કામગીરી માં ગેરરીતિની શંકા કુશંકા જોવા મળેલ છે જેના લીધે ફળિયાના ગ્રામજનો માં નારાજગી વ્યક્ત કરી તપાસ કરવા માટેની માંગ ઉઠવા પામેલ છે.
તસવીર.




