ARAVALLIGUJARATMODASA

મોડાસાની મ.લા ગાંધી કોલેજ મંડળનો 67 મો સ્થાપના દિન આનંદોત્સવ અને માજુમ મુખપત્ર વિમોચન કાર્યક્રમ ઉજવાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાની મ.લા ગાંધી કોલેજ મંડળનો 67 મો સ્થાપના દિન આનંદોત્સવ અને માજુમ મુખપત્ર વિમોચન કાર્યક્રમ ઉજવાયો

ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મોડાસા સંચાલિત પંદર કોલેજો અને એક ઇંગ્લીશ મીડીયમ સ્કુલનો દર વર્ષની જેમ આ વર્ષે મંડળનો સ્થાપના દિન 23/02/2026 ના રોજ કોલેજ કેમ્પસના ભા. મા. શાહ ઓડિટોરિયમમાં ઉજવવામાં આવ્યો હતો.1960 થી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સેવારત કોલેજ મંડળ ના 67 માં સ્થાપના દિન માં મહાનુભાવો,સાહિત્યકારો, આચાર્યઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, નગરના શ્રેષ્ઠિઓ, મંડળના કારોબારી સભ્યો અને શુભેચ્છકોના સાનિધ્યમાં મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી.શાહની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો.પધારેલ સૌ મહાનુભાવોનું માનદમંત્રી રમેશભાઈ શાહ એ સ્વાગત કર્યું.આનંદોત્સવમાં સંકુલની વિવિધ પ્રવૃત્તિઓના પરિપાકરૂપ મુખપત્ર માજુમનું વિમોચન સાહિત્યકાર અને ચિંતક સુભાષ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. તેમણે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો આપી પ્રેરક સંબોધન કર્યું.માજુમ મુખપત્રના કન્વીનર તરીકે પ્રિ.અર્પિત જોષી અને પ્રિ.સંજય પટેલે સેવાઓ આપી હતી. મહોત્સવના ઉદ્ઘાટક તરીકે મનોહરસિંહજી જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક અરવલ્લી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકીયુ જ્ઞાન અને જીવનનો વાસ્તવિક અનુભવ બંને જુદી બાબતો છે. સંઘર્ષ કરતા શીખો અને ચેલેન્જ સ્વીકારતા શીખો વગેરેનું માર્ગદર્શન આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ડૉ. દીપક જોષી ઉપસ્થિત રહ્યા. માજુમ મુખપત્રનું વિમોચન, નિવૃત્ત થયેલ પરિવારજનોનું સન્માન,દાતા ઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ અધ્યાપકો આચાર્યો અને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ પુરસ્કાર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ આંતર કોલેજ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા પડાવમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમની વિદ્યાર્થીઓ દ્વારા અદભુત રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ દવે, ડોક્ટર જયશ્રીબેન પટેલ તથા ડોક્ટર સંતોષ દેવકર દ્વારા કરવામાં આવ્યું હતું. માનદ મંત્રી પરેશભાઈ મહેતા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ નવીનભાઈ મોદી, ડૉ. મુકુંદભાઈ શાહ, ટ્રસ્ટી પંકજભાઈ બુટાલા, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ, ડોક્ટર ઘનશ્યામભાઈ શાહ, જગદીશભાઈ ગાંધી, અરવિંદભાઈ મોદી માનદમંત્રી જયેશભાઈ દોશી, ધીરેનભાઈ પ્રજાપતિ, ધ્રુવકુમાર મહેતા, ડોક્ટર રાકેશકુમાર મહેતા, પિયુષભાઈ પટેલ વગેરે હોદ્દેદારઓ એ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ભામાશા ઓડિટોરિયમ હોલ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોથી છલોછલ ભરાયેલ હતો.

Back to top button
error: Content is protected !!