GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના લીલાપર રોડ સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન પ્રોજેક્ટ માટે રૂ.૧૩.૩૧ કરોડનું ટેન્ડર લાઈવ

MORBI મોરબીના લીલાપર રોડ સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન પ્રોજેક્ટ માટે રૂ.૧૩.૩૧ કરોડનું ટેન્ડર લાઈવ

 

લીલાપર રોડનું બ્યુટીફીકેશન મોરબી શહેરની ઓળખને નવી દિશા આપશે જેમાં મોરબીવાસીઓ માટે ફૂટપાથ, આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા,  સિટીંગ એરિયા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં લીલાપર રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવી છે. આશરે 4.75 કિમી લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતા આ મુખ્ય માર્ગને આધુનિક અને સુવ્યવસ્થિત શહેરી કોરિડોર તરીકે વિકસાવવામાં આવનાર છે, આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ. 13.31 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, લીલાપર રોડના આ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ થી મોરબીના નગરજનોને નવું આધુનિક સ્થળ મળી રહેશે, જેનાથી મોરબી શહેરની સુંદરતા માં વધારો થસે, આ  પ્રોજેક્ટ અંતર્ગત મોરબીના રહેવાસી ઓને  બંને બાજુ સુવિધાસભર ફૂટપાથ, મજબૂત અને આકર્ષક પેવર બ્લોક ફ્લોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા,માર્ગ કિનારે વૃક્ષારોપણ, આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ્સ, નાગરિકો માટે સિટીંગ એરિયા, સ્વચ્છતા માટે પૂરતી સંખ્યામાં ડસ્ટબિન, સુવ્યવસ્થિત દિશાસૂચક સાઇનેજ, માર્ગ સલામતી માટે સ્પષ્ટ ઝેબ્રા ક્રોસિંગ મુખ્ય સુવિધાઓ આગામી સમયમાં મળનાર છે,

લીલાપર રોડના બ્યુટીફીકેશન પ્રોજેક્ટના મુખ્ય લાભ વિષે કહી શકાય કે પેડેસ્ટ્રીયન માટે સલામત માર્ગ,  સ્ટ્રીટ લાઈટ થી સુવિધા સભર સલામત માર્ગ, પર્યાવરણમૈત્રી વિકાસ, માર્ગના કિનારે સુવ્યવસ્થિત અને આકર્ષક પોકેટ ગાર્ડન અને સીટીંગ એરિયાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ તમામ વ્યવસ્થાઓ માટે મોરબી મહાનગરપાલિકાની સિવિલ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,

લીલાપર રોડનો આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ મોરબી શહેરની ઓળખને નવી દિશા આપશે, નાગરિકો તથા મુલાકાતીઓ માટે સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક અનુભવ થાય તેવું આયોજન કરવામાં આવનાર છે, તેમ સીવીલ & સીટી બ્યુટીફીકેશન શાખા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!