GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં PGVCL ની મેગા ડ્રાઈવ: એક જ દિવસમાં ૩૫૧૩ કનેક્શન કાપ્યા રૂ.૪.૧૯ કરોડની વસૂલાત 

MORBI:મોરબીમાં PGVCL ની મેગા ડ્રાઈવ: એક જ દિવસમાં ૩૫૧૩ કનેક્શન કાપ્યા રૂ.૪.૧૯ કરોડની વસૂલાત

 

બાકી વીજ બિલની વસૂલાત માટે પીજીવીસીએલ (PGVCL) તંત્ર હવે લાલઆંખ કરી રહ્યું છે. મોરબી જિલ્લામાં ગત તા. 25ના રોજ યોજાયેલી ‘મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ’ દરમિયાન તંત્રએ આક્રમક વલણ અપનાવી 3500થી વધુ કનેક્શનો કાપી નાખ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ ₹4.19 કરોડની જંગી રકમની વસૂલાત કરી છે.

​પીજીવીસીએલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લામાં લાંબા સમયથી બિલ ન ભરનારા આસામીઓ પાસેથી રૂ.6 કરોડની વસૂલાત કરવાનો અને 5000 કનેક્શન કાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ ઓપરેશનને પાર પાડવા માટે તંત્ર દ્વારા 215 જેટલી ટીમોને મેદાને ઉતારવામાં આવી હતી.ડ્રાઈવ દરમિયાન કુલ 3513 વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા.કનેક્શન કાપવાની કાર્યવાહી દરમિયાન ₹2.15 કરોડની રીકવરી કરવામાં આવી હતી ​ અંદાજે 3057 ગ્રાહકોએ કનેક્શન કપાય તે પહેલા જ દંડની રકમ સાથે ₹1.53 કરોડના બિલ ભરપાઈ કર્યા હતા.​વસૂલાતની કુલ રકમમાં ₹4.51 લાખની રકમ માત્ર દંડ પેટે વસૂલવામાં આવી છે.

​મોરબીમાં થયેલી આ મોટી કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. PGVCLના અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જે ગ્રાહકોના વીજ બિલ બાકી છે તેઓને વહેલી તકે નાણાં ભરી દેવા અપીલ કરવામાં આવી છે, અન્યથા કોઈપણ પૂર્વ સૂચના વગર વીજ જોડાણ કાપી નાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!