GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું લોકહિતકારક આયોજન કરવામાં આવ્યું હતું

MORBI મોરબી સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું લોકહિતકારક આયોજન કરવામાં આવ્યું હતું

 

મોરબી : સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવા અને આરોગ્ય જાગૃતિના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાયેલ આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.

સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના પાવન સ્મરણાર્થે આયોજિત આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવાનો રહ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દર્દીઓને તેમના રોગ અંગે યોગ્ય સલાહ આપી આગળની સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પમાં સેવા આપનાર તબીબોની ટીમમાં ડો. ભૌમિક સરડવા (Ethical Hospital & ICU – મેડિસિન), ડો. મેહુલ પનારા (Vision આંખની હોસ્પિટલ – આંખ વિભાગ), ડો. ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર – ડેન્ટલ વિભાગ), ડો. અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ – બાળરોગ વિભાગ), ડો. ઉમેશ ગોધવીયા (Pulse Hospital & ICU – મેડિસિન), ડો. ભાવેશ શેરસીયા (Divine સ્કીન & પંચકર્મા ક્લિનિક – સ્કિન વિભાગ), ડો. નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ – ગાયનેક વિભાગ), ડો. વિમલ દેત્રોજા (Leprocare – સર્જરી વિભાગ) તથા ડો. યશ કડિવાર (Welcare ઓર્થોપેડિક હોસ્પિટલ – ઓર્થોપેડિક વિભાગ)એ નિઃસ્વાર્થ સેવા આપી હતી. આ ઉપરાંત Dr. Patel Pathology Laboratory દ્વારા મફત બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિદાન સાથે આરોગ્ય સલાહ, તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવતા લોકોમાં વિશેષ સંતોષની લાગણી જોવા મળી હતી.

આ સેવા કાર્ય દ્વારા સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના સ્મરણને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ સમાજમાં સેવા, સહકાર અને માનવતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસર્યો હતો. આયોજકો તથા તબીબોની સેવાભાવી કામગીરીને નાગરિકોએ વખાણી હતી

Back to top button
error: Content is protected !!