GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૩ અરજીનો સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના નવા પ્લોટ ફાળવવા, દસ્તાવેજી ક્ષતિ સુધારવા, પ્રમોલગેશનની ક્ષતિ સુધારવા, જાહેર રસ્તાઓ ખુલ્લા કરવા, નવા વીજ કનેક્શન આપવા, પ્રોપર્ટીકાર્ડ આપવા જેવા પ્રશ્નોનોનુ નિવારણ લાવવા જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવ્યું હતું.આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું હતું કે નાગરિકો તેમજ જાહેર હિતલક્ષી ફરિયાદો નું સમય મર્યાદામાં નિકાલ લાવી શકાય તે માટે જે તે સ્થળ પર રૂબરૂ જઈ અને જરૂરી જાહેર કેમ્પ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Check Also
Close
Back to top button
error: Content is protected !!