GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER: વાંકાનેર પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ  વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

WAKANER: વાંકાનેર પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ  વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

વાંકાનેરના ભરવાડપરા વિસ્તારમાં કરીયાવર બાબતે સાસરીયા પક્ષના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી એક ૨૮ વર્ષીય પરિણીતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



​મળતી વિગતો મુજબ, વાંકાનેરના જડેશ્વર કોઠારીયા ગામે રહેતા અને વેપાર કરતા મુનાભાઈ રાણાભાઈ સાટકા (ઉ.વ. ૩૦) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેન રૂપલબેન (ઉ.વ. ૨૮) ના લગ્ન વાંકાનેરના ભરવાડપરામાં થયા હતા. લગ્ન બાદ સાસરી પક્ષ દ્વારા કરીયાવર ઓછો લાવ્યા હોવા બાબતે અવારનવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા.
​ત્રાસથી કંટાળી આત્મહત્યાનું પગલું ​આરોપીઓ દ્વારા આપવામાં આવતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને રૂપલબેને અંતે આત્મઘાતી પગલું ભર્યું હતું. તેમણે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મૃતકના ભાઈ મુનાભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે:,અવધભાઈ ભુપતભાઈ સરૈયા (પતિ),ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા (સસરા),​હર્ષાબેન ભુપતભાઈ સરૈયા (સાસુ) પોલીસે પરિણીતાને મરવા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!