
તારીખ: ૨૭-૦૨-૨૦૨૬
રિપોર્ટ : યશ માંકડ, પ્રતીક જોશી
છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશના અનેક મુખ્ય અને પ્રજાથી ભરચક વિસ્તારોને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી મળતી આવીછે ત્યારે તાજેતરમાં રાજ્યની તમામ પાસપોર્ટ ઓફીસ અને પોસ્ટઓફીસ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ મારફતે મળતા રાજ્યભરનો પોલીસ બેળો તૈનાદ કરી દેવામાં આવ્યો છે . આ સાથે હિંમતનગર,ભાવનગર,અમરેલી,સુરેન્દ્રનગર સહીતના જીલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્ર અને બંગાળ જેવા રાજ્યો ની પણ પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પ્રાદેશિક કચેરીએ તમામ પાસપોર્ટ કચેરીઓ ખાતે પોલીસ ખડકી દેવાનું ફરમાન પ્રજાહિતમાં જાહેર કર્યું હતું, કચ્છ જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારમાં પ્રથમ વખત આ રીતની ચીમકી વધુ અસરકાર નીવળીછે ભુજ પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે બી ડીવીઝનના પીઆઈ સહીતના કાફલાએ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ ને સાથે રાખી સઘન તપાસ હાથ ધરી હતી. આ સાથે સલામતીના ભાગરૂપે ચકાસણી દરમિયાન ભુજ પોસ્ટઓફીસ ને થોડા સમય દરમિયાન ખાલી કરી દેવામાં આવી હતી.પ્રાથમિક તપાસ મુજબ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા સ્થાનિકો એ હાશકારો અનુભવ્યો હતો પરંતુ કચેરી શહેરી નાગરિકોની અવરજવર સતત રહેતા માર્ગે આવેલ હોવાથી નાગરીકો તથા આસપાસના વ્યાપારીઓએ ભારે ચિંતા વ્યક્ત કરી હતી



