
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી નજીક આવેલા અણસોલ ચેકપોસ્ટ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો – 2લોકોના મોત,4 લોકો ઇજાગ્રસ્ત
શામળાજી નજીક આવેલા અણસોલ ચેકપોસ્ટ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે શામળાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.અકસ્માતની જાણ થતાં જ શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બાઈકની તેજ ગતિ અને બેદરકારી અકસ્માતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





