
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
લિંભોઈ આદર્શ વિધ્યાલય શાળા પરિવાર દ્વારા મંડળના પ્રમુખશ્રીના 71માં જન્મદિવસની ઉજવણી
શાળા ના કમ્પાઉન્ડ મા વિવિઘ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામા આવ્યું
શ્રી લીંભોઈ વિભાગીય વિદ્યોતેજક મંડળ લીંભોઈ દ્વારા સંચાલિત શ્રી આદર્શ વિદ્યાલયના શાળા પરિવાર દ્વારા કેળવણી મંડળના પ્રમુખ ગિરીશભાઈ અંબાલાલભાઈ ઉપાધ્યાયના ૭૧માં જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળના મંત્રી અમૃતભાઈ પટેલ દ્વારા તેમના વિશેષ કાર્યો, રામકથાનું આયોજન તથા શાળા માટેના યોગદાન અંગે વાત કરી હતી. શાળાના આચાર્યશ્રી મયંકભાઈ પટેલ દ્વારા શાળાની અંદર મેદાન બનાવવાથી લઈને અનેક નાના મોટા પ્રશ્નોમાં સમાજમાંથી દાન લાવીને શાળાનો ભૌતિક વિકાસ સાથે વિદ્યાર્થીઓ માટે બસ જેવી સગવડ ઊભી કરીને વિદ્યાર્થીઓને નિયમિત કરવામાં પણ બહુમૂલ્ય યોગદાન આપ્યું છે તે અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું. કૃણાલભાઈ દેસાઈ દ્વારા આ તબક્કે તેમની ધર્મપત્ની વન લીલાબેનને પણ અભિનંદન આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.ગામના સરપંચ ,ટ્રાવેલ એસોસિએશન અરવલ્લીના હોદ્દેદારો દ્વારા તથા SBI Life insuranceના મેનેજર દ્વારા તેમનામાં રહેલા ઉત્સાહ તથા કાર્ય કરવાની ધગશને બિરદાવી હતી. તેમના પુત્ર હાર્દિકભાઈ એ પરિવારને હંમેશા સાથે લઈને ચાલવા માટે અને સતત હૂંફ આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. મોટાબેન ભાનુબા એ આશીર્વાદ સાથે શુભકામનાઓ આપી હતી. સાથે કેળવણી મંડળના ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, સ્નેહી સંબંધીઓ તથા શાળા પરિવાર દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આશરે 125 થી વધુ લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.





