શ્રી નિરોણા બાલિકા પંચાયત દ્વારા મહેંદી સ્પર્ધાનું સફળ આયોજન
બાલિકાઓમાં કલા અને સર્જનાત્મકતા વિકસાવવાનો પ્રશંસનીય પ્રયાસ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા, તા. ૦૧ માર્ચ : શ્રી નિરોણા બાલિકા પંચાયત દ્વારા ગામની બાલિકાઓમાં કલા અને સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુસર મહેંદી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં સેડાત અમીના ઇશાકભાઈ, ભાનુશાલી હીર વિનોદભાઈ, ભાનુશાલી નવ્યા હિંમતભાઈ, પઢિયાર ખુશાલીબા મેઘરાજસિંહ, મહેશ્વરી આનંદી ગોવિંદભાઈ, ભાનુશાલી આર્યા દિપકભાઈ, ખત્રી સમીરા સુમારભાઈ, ભાનુશાલી ક્રિશી હિતેશભાઈ, સેડાત સાહીન જૂનસભાઈ તેમજ મહેશ્વરી દ્રષ્ટિ ગોવિંદભાઈ સહિતની બાલિકાઓએ ભાગ લીધેલ હતો અને આકર્ષક મહેંદી ડિઝાઇન બનાવી સૌનું મન મોહી લીધું હતું.
ડિઝાઇનની સુંદરતા અને સર્જનાત્મકતાના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ સ્થાન ભાનુશાલી નવ્યા હિંમતભાઈએ પ્રાપ્ત કર્યું હતું, દ્વિતીય સ્થાન સેડાત અમીના ઇશાકભાઈ અને તૃતીય સ્થાન ખત્રી સમીરા સુમારભાઈએ પ્રાપ્ત કરેલ હતું. વિજેતા બાલિકાઓને નોટ અને કલમ ભેટ સ્વરૂપે આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તમામ ભાગ લેનાર બાલિકાઓના ઉત્સાહ અને સહભાગિતાની પ્રશંસા કરવામાં આવી હતી. બાલિકા પંચાયત સરપંચ વંશી ભાનુશાલી દ્વારા જણાવાયું હતું કે આવા કાર્યક્રમો દ્વારા બાલિકાઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સહકારની ભાવના મજબૂત બને છે અને ભવિષ્યમાં પણ આવી પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.







