GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રફાળેશ્વરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ: ૩ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો

MORBI:મોરબીના રફાળેશ્વરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ: ૩ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો

 

​મોરબીના રફાળેશ્વર ગામના રહેણાંક વિસ્તારમાં ગઈકાલે રાત્રે પ્લાસ્ટિકના ભંગારના ડેલામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા.


​સાવચેતીના પગલાં: રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસના ૧૦ પરિવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
​મોટી જાનહાનિ ટળી: ડેલામાં રહેલા ગેસ સિલિન્ડરોને સ્થાનિકોએ સાહસ દાખવી બહાર કાઢી લેતા મોટો બ્લાસ્ટ થતા અટકી ગયો હતો.મોરબી ફાયર બ્રિગેડના જવાનોએ ૩ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી મધરાતે આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Back to top button
error: Content is protected !!