GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંતર્ગત ‘ગણિતના જાદુગરો’નું સન્માન

એબેકસની તાલીમ સર્વાંગી વિકાસનો પાયો, બાળકોનો ડર હટ્યો, જ્ઞાન વધ્યું! 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર મુંદરા કચ્છ.

 

મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંતર્ગત ‘ગણિતના જાદુગરો’નું સન્માન

એબેકસની તાલીમ સર્વાંગી વિકાસનો પાયો, બાળકોનો ડર હટ્યો, જ્ઞાન વધ્યું! 

 

મુંદરા, તા.2 માર્ચ 2026:

જ્યારે આધુનિક શિક્ષણ સાથે અતૂટ સંકલ્પનો સમન્વય થાય છે, ત્યારે કેવું અદભુત પરિણામ મળે છે તેનું જીવંત ઉદાહરણ મુન્દ્રામાં જોવા મળ્યું. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન પ્રેરિત ‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંતર્ગત આયોજિત એક ભવ્ય સમારોહમાં એબેકસ તાલીમ પૂર્ણ કરનાર નવયુવાનોને પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા. આ કાર્યક્રમના સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.  

મુન્દ્રા ખાતે આયોજીત કાર્યક્રમમાં એવા ‘ગણિતના જાદુગરો’નું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે ‘બ્રેઈન પ્રો એબેકસ’ના લેવલ-૧ અને લેવલ-૩ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય. આ સમારોહની સૌથી રોમાંચક ક્ષણ એ હતી જ્યારે આ બાળકોએ સેકેન્ડોમાં ગણિતના અઘરા દાખલાઓના સ્પષ્ટ જવાબો આપીને ઉપસ્થિત મહેમાનો, સરકારી અધિકારીઓ અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

એબેકસ તાલીમની જાદુઈ અસરોની વાત કરીએ તો તેનાથી બાળકોમાં એકાગ્રતાની શક્તિમાં થયેલો વધારો ઉડીને આંખે વળગે તેવો હતો. વળી ગણિત જેવા અઘરા ગણાતા વિષયનો ડર તેમનામાંથી દૂર થયો. જેનાથી બાળકો ગભરાતા હતા, હવે એ જ તેમનો પ્રિય વિષય બની ગયો છે. આ તાલીમ માત્ર આંકડાકીય ગણતરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બાળકોના સર્વાંગી વિકાસનો પાયો છે.

બ્રેઈન પ્રો એબેકસ (Brain Pro Abacus) એ બાળકોના સંપૂર્ણ માનસિક વિકાસ માટેનો એક આધુનિક તાલીમ કાર્યક્રમ છે. તે માત્ર ગણિત શીખવાનું સાધન નથી, પરંતુ મગજની ક્ષમતા વધારવાની એક પદ્ધતિ છે. જેનાથી મગજના સંતુલિત વિકાસ દ્વારા બાળકોની યાદશક્તિ અને માનસિક ચપળતા (Mental Agility) તેજ બને છે. એટલે એમ કહી શકાય કે, આ કાર્યક્રમથી બાળકોના મગજનો સર્વાંગી વિકાસ થયો છે. 

વર્ષ ૨૦૧૮ થી કચ્છની ધરતી પર કાર્યરત પ્રોજેક્ટ ઉત્થાન દ્વારા પ્રદેશમાં શિક્ષણનું નવસર્જન થઈ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશનના અવિરત પ્રયાસોને કારણે ૧૫,૦૦૦ થી વધુ બાળકો આ પ્રોજેક્ટના માધ્યમથી પોતાના સપનાઓને પાંખો આપી રહ્યા છે.  

મુન્દ્રાની ૫૦ સરકારી શાળાઓના ૧,૮૦૦ બાળકો રોજિંદા શિક્ષણમાં નવીનતમ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારની આશરે ૧૦૦ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં ક્રાંતિકારી સુધારો જોવા મળ્યો છે. અદાણી ફાઉન્ડેશનના આ ભગીરથ કાર્યથી ગ્રામીણ ભારતના બાળકો આજે વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર થઈ રહ્યા છે. આ માત્ર પ્રમાણપત્ર વિતરણ નહોતું, પરંતુ મુન્દ્રાના ઉજ્જવળ ભવિષ્યનો વિજયઘોષ હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!