GUJARATSINORVADODARA

સેગવા નજીકની નર્મદા કેનાલમાં બે દિવસ પહેલા ડૂબી ગયેલા વડોદરાના યુવકનો મૃતદેહ મળી આવ્યો


ફૈઝ ખત્રી..શિનોર
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વૃંદાવન ચોકડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા મોટા કરાડા ગામે પોતાના સગા સંબંધીઓ પાસે આવ્યા હતા. તા. 01-03-2026ના રોજ તેઓ સેગવા નજીકની નર્મદા કેનાલમાં ડૂબી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને ફાયર વિભાગ દ્વારા બે દિવસ ની ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હોવા છતાં શરૂઆતમાં યુવકનો કોઈ પત્તો મળ્યો નહોતો.

આજે તા. 03-03-2026ના રોજ ઘટના સ્થળથી આશરે 300 મીટર દૂર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ સેગવાની કેનાલમાં એક યુવાન ડૂબી જવાના બનાવમાં મોત નીપજ્યું હતું અને તેનો મૃતદેહ કુકસ કેનાલ નજીક કેનાલ માંથી મળી આવ્યો હતો.
સેગવાની માયનોર કેનાલમાં છાશવારે ડૂબી જવાની ઘટનાઓ બનતાં સ્થાનિક લોકોમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!