GUJARATKUTCHMANDAVI

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના’ અંતર્ગત કચ્છ જિલ્લા ખાતે બાલિકા પંચાયતના તાલીમ મોડ્યુલ માટેની પ્રશિક્ષકોની ત્રિદિવસીય તાલીમ યોજાઈ

બાલિકા પંચાયત ના તાલીમ અંતર્ગત ૮૪ તાલીમાર્થી ઓએ તા લીમ લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા૦૩ માર્ચ : કચ્છ જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી ઉત્થાન, સામાજિક નેતૃત્વ અને સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત, આંબેડકરહોલભુજ ખાતે તા. ૨૫ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન ‘બાલિકા પંચાયત’ વિષય પર ત્રણ દિવસીય માસ્ટરટ્રેનર્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જિલ્લાના ૫૪ જેટલા આઈ.સી.ડી.એસ વિભાગના મુખ્ય સેવિકા બહેનોઅને આરોગ્યવિભાગના૩૦જેટલાફિમેલહેલ્થવર્કરબહેનોએમાસ્ટર ટ્રેનર તરીકે સઘન તાલીમ મેળવી હતી. તાલીમ દરમિયાન કુલ ૧૨ જેટલા મહત્વના વિષયો પર સત્રો યોજવામાં આવ્યા હતા તેમજરમતોઅનેમોકસેશનદ્વારાતાલીમાર્થીઓનેવિવિધમુદ્દાઓજેવાકે, બાલિકા પંચાયતનો પરિચય, બાળ અધિકારો, જેન્ડર આધારિતભેદભાવોની નાબૂદી, બાળા સુરક્ષાના કાયદાઓ, જીવન કૌશલ્યો, ડિજિટલ સલામતી અનેમહિલાઓલક્ષીયોજનાઓજેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા-કરવામાં આવી હતી.

તાલીમના તૃતીય દિવસે સમાપન સમારો હમાં દિલ્લી યુનિસેફના ચાઈલ્ડ પ્રોટેકશન સ્પેશિયા લિસ્ટ જેરુ સલીગો તેમજ ગુજરાત યુનિસેફ ટીમના ચાઈલ્ડ પ્રોટેકશન સ્પેશિયાલિસ્ટ અદ્વિ કામેમ હાજર રહેલ અને તેમને દીકરીઓને બાલિકા પંચાયત વિષે માહિતગાર કરેલ અને દિલ્લી યુનિસેફ માંથી પધારેલ જેરુસ લીગો દ્વારા કચ્છની બાલિકા પંચાયતની પ્રશંસા કરવામાં આવેલ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ની કામગીરી ને બિરદાવામાં આવેલ.ગાંધીનગર યુનિસેફટી મના કેશવભાઈ દ્વારા જીવન કૌશલ્યો અને મહિલાલક્ષી વિવિધ યોજના ઓ અને બાળ સુરક્ષા કાયદા અંગેની સમજ આપવમાં આવેલ.આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે, પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડયા,દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સુનીલભાઈ ચુવાડિયા અને,પૂર્ણા કન્સલ્ટન્ટ વર્ષાબેન,રાપર ઇસાર સંસ્થાના સેજલબેન તેમજ મીનલબેન ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!