BANASKANTHAGUJARATPALANPUR

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો

4 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરદાર કૃષિનગર ખાતે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું મહિલા સુરક્ષા કાયદા અને પૌષ્ટિક આહારનું માર્ગદર્શન સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જેન્ડર રિસોર્સ સેન્ટર (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર)ના સંયુક્ત ઉપક્રમે કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના અધ્યક્ષસ્થાને “SETU” કાર્યક્રમ અંતર્ગત “Gender Sensitization, Nutrition and PoSH Awareness” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. પી. ટી. પટેલે સ્વાગત પ્રવચન કરતા વિદ્યાર્થીઓને જીવનમાં સ્ત્રી-સન્માનના ગુણો કેળવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અટકાવવા માટે આવા સેમિનાર દ્વારા અપાતી કાયદાકીય માહિતી અત્યંત અનિવાર્ય છે. સાથે જ તેમણે વિદ્યાર્થીઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પોષણસ્તર સુધારવા અંગે પ્રેરક સૂચનો કર્યા હતા. વિષયલક્ષી માર્ગદર્શન આપતા ડૉ. પ્રીતિ દવેએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સંતુલિત અને પૌષ્ટિક આહારનું મહત્વ વિધાર્થીઓને સમજાવ્યું હતું.સેમિનારના મુખ્ય વક્તા જિગીષાબેન તરારે મહિલા જાતીય સતામણી નિવારણ અધિનિયમ અને જાતિગત ભેદભાવ દૂર કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ કટોકટીના સમયે પોલીસની મદદ કેવી રીતે લેવી તે અંગે વિધાર્થીઓને સમજણ આપી હતી. વકીલ પી. એચ. સાંખલાએ મહિલા સુરક્ષા માટેના વિવિધ કાયદાકીય પાસાઓ વિશે છણાવટ કરી હતી. ડૉ. કે. પી. ઠાકરે સેમિનારને સફળ બનાવવા બદલ તમામ મહાનુભાવો અને આયોજક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેમિનારમાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. સી. કે. પટેલ, કુલસચિવ અને નિયામક (માનવ સંસાધન વિકાસ) ડૉ. પી. ટી. પટેલ, નિયામક (વિદ્યાર્થી કલ્યાણ) ડૉ. કે. પી. ઠાકર તેમજ SETU કાર્યક્રમના નોડલ અધિકારી ડૉ. પ્રીતિ એચ. દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનના કાઉન્સેલર જિગીષાબેન તરાર અને દાંતીવાડા કોર્ટના એડવોકેટ પી. એચ. સાંખલાએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!