GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:જુમ્મા મસ્જિદ ખાતે સૈયદા જીલાની બેગમ ના ઉર્ષની ઉજવણી કરાઇ, સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૩.૨૦૨૬

હાલોલ શહેરના જુમ્મા મસ્જિદ ખાતે તા.4 માર્ચ બુધવારે અસર ની નમાઝ બાદ હાલોલના કાદરી તુગરા ગ્રુપ દ્વારા નવાસી એ મોહદીસે આઝમે ગુજરાત અઝીઝે મિલ્લત આબેદા ઝાહેદા પારસા સૈયદા જીલાની બેગમ ના ઉર્ષની ઉજવણી આન બાન શાન થી કરવામાં આવી હતી જેમાં મહેફિલે મિલાદ અને તકરીર નો ભવ્ય ઝલસો યોજાયો હતો જેમાં મૌલાના યાકુબ રઝવીએ તકરીર ફરમાવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી ત્યારબાદ મુસ્લિમો ના પવિત્ર તેહવાર રમજાન માસને લઇ કાદરી તુગરા ગ્રુપ દ્વારા ઇફતારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ આ ઉર્ષ તેમજ ઇફતારીનો લાભ લીધો હતો.જ્યારે આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તસાબાપુ પેટલાદી,જુમ્મા મસ્જિદના પેશ ઈમામ સૈયદ ઇલિયાસબાપુ,મુફ્તી શમશેરઅલી,હાફિજ મોઇનુલ હક્ક કાદરી,મૌલાના સાદિક અને મૌલાના અબ્દુલ રહેમાન ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!