MEHSANAVIJAPUR

વિજાપુર સરકારી હોસ્પિટલમાં UGVCL દ્વારા રૂ. ૫૩ લાખના આધુનિક મેડિકલ સાધનોનું લોકાર્પણ કરાયું

વિજાપુર સરકારી હોસ્પિટલમાં UGVCL દ્વારા રૂ. ૫૩ લાખના આધુનિક મેડિકલ સાધનોનું લોકાર્પણ કરાયું
વિજાપુર:
વિજાપુરની સરકારી હોસ્પિટલ ખાતે UGVCL દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિ અંતર્ગત અંદાજિત રૂ. ૫૩ લાખના ખર્ચે આધુનિક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે હોસ્પિટલને ડિજિટલ એક્સ-રે સિસ્ટમ, ઓટો બાયો કેમિસ્ટ્રી એનાલાઇઝર, અદ્યતન સેલ કાઉન્ટર તથા HBA1C મશીન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાધનો કાર્યરત થતા હવે દર્દીઓને ડિજિટલ એક્સ-રે તથા લેબોરેટરીમાં લીવર, કિડની, સ્વાદુપિંડ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના સરેરાશ ત્રણ મહિનાના રિપોર્ટ જેવી મહત્વપૂર્ણ તપાસો વિનામૂલ્યે મળી શકશે, જેના કારણે વિસ્તારના દર્દીઓને મોટી રાહત મળશે.આ મેડિકલ સાધનોનું લોકાર્પણ UGVCLના ચીફ એન્જિનિયર જે. આર. ચૌધરી, ચીફ એન્જિનિયર બી. જી. પ્રણામી, કંપની સેક્રેટરી એન. એમ. જોશી તથા UGVCLની ટીમના હસ્તે કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. ઇન્દ્રેશ પટેલ, આરએમઓ ડો. અમિત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ હાજરી આપી UGVCLની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!