બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજાપુર ખાતે વકીલોનો ઉત્સાહભેર મતદાન 153 માંથી 107 નુ થયું મતદાન વકીલોની સુરક્ષા નો મુદ્દો ચર્ચામાં રહ્યો પાંચ મહિલા ઉમેદવારો ની બેઠક ને અનામત મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન અપાયું
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજાપુર ખાતે વકીલોનો ઉત્સાહભેર મતદાન
153 માંથી 107 નુ થયું મતદાન
વકીલોની સુરક્ષા નો મુદ્દો ચર્ચામાં રહ્યો પાંચ મહિલા ઉમેદવારો ની બેઠક ને અનામત મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન અપાયુંoppo_0oppo_0
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાતના ન્યાયક્ષેત્રની સર્વોચ્ચ અને માતૃસંસ્થા ગણાતી Bar Council of Gujaratની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે રાજ્યભરમાં મતદાન યોજાયું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સવારથી જ વકીલો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા ઉમટી પડ્યા હતા.
આ ચૂંટણીમાં કુલ ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને તેમના ભાવિનો ફેંસલો મતપેટીમાં સીલ થયો છે. નામદાર Supreme Court of Indiaની માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રથમ વખત પાંચ બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જેને કારણે ન્યાયક્ષેત્રમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળ્યું છે.oppo_0oppo_0વિજાપુર બાર એસોસિએશન ખાતે પણ મતદાન માટે વકીલ મિત્રો વહેલી સવારથી જ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું. મતદાન મથકો પર વકીલોની કતારો જોવા મળી હતી અને લોકશાહી પ્રક્રિયામાં વિજાપુર બાર ના 107 જેટલા વકીલો એ મતદાન કરી સક્રિય ભાગ લીધો હતો. જેમાં એક વકીલે 99 ઉમેદવારો માંથી 23 જેટલા મત આપવાના હતા આ અંગે બાર એસોસિએશન વિજાપુર ના એડવોકેટ પ્રમુખ કૃણાલ પ્રદીપ ભાઈ બારોટે જણાવ્યું હતુકે આ ચૂંટણી દરમિયાન વકીલોની સુરક્ષા માટેનો ‘એડવોકેટ પ્રોટેક્શન એક્ટ’ અને પોલીસ પ્રક્રિયામાં પારદર્શિતા લાવતું Arnesh Kumar v. State of Bihar કેસનું જજમેન્ટ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.વકીલો ની સુરક્ષા નો મુદ્દો મતદાન દરમ્યાન ચર્ચાયો હતો.
હવે સમગ્ર રાજ્યના વકીલોની નજર મતગણતરી પર ટકેલી છે. ૯૯ ઉમેદવારોમાંથી કયા ઉમેદવારો વિજયી બનીને Bar Council of Gujaratમાં સ્થાન મેળવશે તેનો નિર્ણય આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
«
Prev
1
/
168
Next
»
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય