BHUJGUJARATKUTCH

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત“ટીબી મુક્ત કચ્છ અભિયાન” હેઠળ પોષણ કીટ વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ માર્ચ : ભુજ સ્થિત ટીબી હોસ્પિટલ ખાતે કચ્છ–મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદ એલ. ચાવડા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ટીબી દર્દીઓની સેવા અને સહાયતા કરવાનો સંકલ્પ લઈ “ટીબી મુક્ત કચ્છ અભિયાન” અંતર્ગત પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ હેઠળ કચ્છ લોકસભા વિસ્તારના ટીબીના દર્દીઓ અંદાજે ૧૧૦૦ જેટલી પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ભુજ તાલુકાના ૫૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે ગાંધીધામ ખાતે ૩૦૦ કીટનું વિતરણ કરવામાં આવશે.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે પણ દર્દીઓને પોષણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું. કીટમાં પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહાર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને સારવારમાં સહાય મળે તે હેતું રાખવામાં આવ્યો છે.કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં ટીબીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી અને કચ્છ જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે સૌના સહયોગ પર ભાર મૂક્યો.આ પ્રસંગે સાંસદ એ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી આ કાર્ય સાથે જોડાયેલા છે અને હજારો ટીબી દર્દીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત ટીબી દર્દીઓના એક્સ-રે માટે બે વાહનો તથા બે એક્સ-રે ટેક્નિશિયનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ટીબી મુક્ત ભારત”ના સપનાને સાકાર કરવા માટે કચ્છ જિલ્લાને ટીબી મુક્ત બનાવવા સંપૂર્ણ સહયોગ આપશે.સાંસદ એ કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી અને આગળ પણ આ અભિયાનને વધુ મજબૂત બનાવવા સૌને અપીલ કરી હતી.કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી, આગેવાન અશોકભાઈ હાથી, પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ, DPC નૈનેશ પટેલ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી, આરોગ્ય કચેરી ભુજનો સ્ટાફ તથા ટીબી દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન DPPMC ઇસ્માઇલ સમા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!