GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન

 

MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન

 

મોરબી શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના આરોગ્ય જાગૃતિ માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડૉ. ડિમ્પલ વિરમગામા (એમ.એસ. ગાયનેક) દ્વારા મહિલાઓ માટે ગાયનેકોલોજી સંબંધિત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. ડૉ. ડિમ્પલ વિરમગામા પ્રસૂતિગૃહ, સ્ત્રીરોગ તથા સોનોગ્રાફી સેન્ટર સાથે સંકળાયેલા નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે.

કેમ્પ દરમિયાન મહિલાઓ માટે ગાયનેકોલોજી કન્સલ્ટેશન, વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી, બેસિક હેલ્થ ચેક-અપ, માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન, ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ તેમજ પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ કેમ્પ તા. ૮ માર્ચ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦ઃ૦૦થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા–૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટી પાસે, મોરબી રહેશે.

આ આયોજનમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી, મોરબી તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસટ્સ વુમન સેલ (IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે.

મોરબી તથા આસપાસની મહિલાઓને આ મફત કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે મો. ૯૫૧૨૪૧૦૦૯૯ પર સંપર્ક કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!