BANASKANTHADEODARGUJARAT

દિયોદર ખાતે શ્રી છેલ છબીલા હનુમાનજી દાદાનો 11મો પાટોત્સવ ભક્તિભાવથી યોજાયો

દિયોદર ખાતે શ્રી છેલ છબીલા હનુમાનજી દાદાનો 11મો પાટોત્સવ ભક્તિભાવથી યોજાયો

 

વાવ-થરાદ જિલ્લાના દિયોદર ખાતે શુભમ સોસાયટી પાસે આવેલ શ્રી છેલ છબીલા હનુમાનજી દાદાના મંદિરે 11મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. દર વર્ષેની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી છેલ છબીલા યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે તા. 05/03/2026 ગુરુવારના રોજ ફાગણ વદ બીજના દિવસે સાંજે 7:00 વાગ્યે શ્રી હનુમાનજી દાદાની સમૂહ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે 9:00 વાગ્યે ભક્તમંડળ દ્વારા ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. ત્યારબાદ તા. 06/03/2026 શુક્રવારના રોજ ફાગણ વદ ત્રીજના દિવસે સવારે 9:00 વાગ્યે હવન યજ્ઞની શુભ શરૂઆત કરવામાં આવી હતી. બપોરે 12:39 વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને બપોરે 3:00 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પરિવાર આંખની હોસ્પિટલના ડોક્ટર શીવાભાઈ દેસાઈ તેમજ શ્રી છેલ છબીલા યુવક મંડળના સહયોગથી નિઃશુલ્ક આંખ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદોને દવાઓ તેમજ ચશ્મા મફતમાં આપવામાં આવ્યા હતા.આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય 1008 શ્રી અંકુશગીરી બાપુ (અંબાજી આશ્રમ, સણાદર) ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન આપ્યા હતા.શ્રી છેલ છબીલા યુવક મંડળના સભ્યોએ ખડેપગે રહી સમગ્ર પાટોત્સવને સફળ બનાવવા માટે મહેનત કરી હતી. અંતે ભક્તો માટે સુંદર ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!