BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકા કોંગ્રેસ અનુ જાતિના ચેરમેન પદે વરણી થતા સમર્થકો મા ખુશી નો માહોલ

નારણ ગોહિલ લાખણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ વાવ- થરાદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સંગઠનનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં તાલુકા વાઇઝ નિમણુકો આપવામાં આવી રહી છે ત્યારે લાખણી તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન પદે ઉત્સાહી અને સેવાભાવી કાર્યકર પરમાર કાંતિભાઈ મફાભાઈ લાખણી વાળા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેથી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે તેમના શુભેચ્છકોમાં આનંદની લાગણી છવાઈ છે. જેને લઈ તેમની વરણીને તાલુકાભરમાં આવકાર મળી રહ્યો છે. તેમજ ચેરમેન પદે યુવાન પરમાર કાંતિભાઈની વરણીથી લાખણી તાલુકામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે તેવો આશાવાદ છવાયો છે.

Back to top button
error: Content is protected !!