GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સુરેન્દ્રનગરના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

 

 

MORBI:મોરબી સુરેન્દ્રનગરના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

 

​મોરબી: સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

​મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી રહે બાતમી મળી હતી કે, નાની મોલડી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી ઇમરાન મામદભાઇ પલેજા (ઉં.વ. ૩૫) હાલ મોરબીમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે કાલિકા પ્લોટ, જલાલ ચોક વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો.​ઇમરાન મામદભાઇ પલેજા કાલિકા પ્લોટ, જલાલ ચોક, મોરબી નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશન, જિ. સુરેન્દ્રનગર (પ્રોહિબિશનના ગુનામાં) એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે નાની મોલડી પોલીસને જાણ કરી આરોપીનો કબજો સોંપવા તજવીજ શરૂ કરી છે.​આ કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!