
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મહાલપાડા ગામે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી રાજેશભાઈ મોતીલાલભાઈ પવાર (ઉંમર ૪૪, રહે. આહવા) પોતાની ઇક્કો ગાડી (નંબર: GJ-30-A-1645) માં પત્ની અને પુત્ર વિક્કી સાથે આહવાથી પોતાના મૂળ ગામ કડમાળ તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ મહાલપાડા ગામના આરોગ્ય શાખાના સબ સેન્ટર પાસે પહોંચ્યા, ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ (નંબર: GJ-18-GB-2935) ના ચાલક પ્રદિપભાઈ બયાજી ઠાકરેએ સબ સેન્ટરના ગેટમાંથી અચાનક અને બેદરકારીપૂર્વક એમ્બ્યુલન્સ હંકારી લાવી ઇક્કો ગાડીને ક્લીનર સાઈડના પાછળના ભાગે ટક્કર મારી હતી.આ ટક્કરના કારણે ઇકો ગાડી માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં રાજેશભાઈને કપાળના ભાગે સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે તેમના પત્ની અને પુત્રને શરીરે નાની-મોટી મૂઢ ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ગભરાઈ ગયેલા પરિવારે અન્ય વાહન મારફતે સુરક્ષિત સ્થળે પહોંચી જનરક્ષક હેલ્પ લાઇન ૧૧૨ પર સંપર્ક કર્યો હતો.આ ઘટના અંગે આહવા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૭૩ હેઠળ અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે..




