GUJARATSINORVADODARA

અવાખલ ગામે વસાવા સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો,જેમાં 21 યુગલો દામ્પત્ય જીવનમાં બંધાયા


ફૈઝ ખત્રી…શિનોર
સિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયના મેદાનમાં વસાવા સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભેર અને ધામધૂમથી યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 યુગલોએ વૈદિક વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા દામ્પત્ય જીવનની શુભ શરૂઆત કરી હતી.

આ પ્રસંગે રાજકીય નેતાઓ. વસાવા સમાજના આગેવાનો, મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નોત્સવ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન મળ્યું હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!