GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari; કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ગણદેવી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટની મુલાકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ , ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ તથા મિશન ડાયરેક્ટર શ્રી કમલ કિશોર સોન તથા અન્ય મહાનુભાવો દ્વારા ગણદેવી નગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ અંગેની વિગતવાર ટેકનિકલ માહિતી મંત્રીશ્રી તથા મહાનુભાવો સમક્ષ રજૂ કરી હતી અને પ્રોજેક્ટ હેઠળ હાથ ધરાતી પ્રક્રિયાઓ તથા ભાવિ આયોજન વિશે પણ માહિતગાર કર્યા હતા.

Back to top button
error: Content is protected !!