Navsari; આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચીખલીના બામણવાડા મહિલાઓ માટે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામે તા.૦૭ અને ૦૮ માર્ચ ના રોજ મહિલાઓ માટે મહિલા વૃત્તિકા તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારીના બાગાયત અધિકારી ઉન્નતિ પટેલ, બાગાયત નિરીક્ષક ડિમ્પલ પટેલ અને બાગાયત મદદનીશ અંજલી પટેલ દ્વારા ૩૩ જેટલી મહિલાઓને ફળ-ફુલ અને શાકભાજીમાંથી બનતી વિવિધ પરિરક્ષિત બનાવટો જેવી કે આમળાનો મુખવાસ, આમળાનો મુરબ્બો, ટામેટા કેચપ, આમળા કેન્ડી, ખજુરના લાડુ,મરચાંનુ અથાણું, જાસુદ સીરપ અને પાઈનેપલનો જામ જેવી બનાવટો શીખવામાં આવી હતી. સાથે સાથે બહેનોને કીચન ગાર્ડન બનાવી ઘરે જ જરૂરિયાત મુજબ પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડવા માટે માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતમાં બહેનોને સર્ટીફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.




