GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: કતલખાને ધકેલાતા 17 જીવોને ઉગારાયા

 

 

MORBI:મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: કતલખાને ધકેલાતા 17 જીવોને ઉગારાયા

 

​કચ્છ તરફથી માળીયા થઈ મોરબી માર્ગે ક્રૂરતાપૂર્વક પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે, મોરબી ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી 17 પાડાઓને બચાવી લીધા છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત) અને હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, કચ્છથી એક અશોક લેલેન્ડ ‘બડા દોસ્ત’ ગાડી (નંબર: GJ.12.V.3801) માં 17 જેટલા જીવોને કતલ કરવાના ઇરાદે રાજકોટ-મીતાણા તરફ લઈ જવામાં આવી રહ્યા છે.

​આ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમ વોચમાં હતી. જ્યારે શંકાસ્પદ ગાડી માળીયાથી પસાર થઈ ત્યારે તેનો પીછો કરવામાં આવ્યો હતો. મોરબી બાયપાસ પર દલવાડી સર્કલ નજીક ગાડીને આંતરીને ચેક કરતા, તેમાં નાના-મોટા 17 પાડાઓ કોઈપણ જાતની પરમિટ વગર, અત્યંત ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.

​પકડાયેલા વાહન ચાલકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે:આ પશુઓ કચ્છથી ભરીને રાજકોટ ખાતે ભાવિન પટેલ નામના શખ્સને ત્યાં ઉતારવાના હતા.​આ ગુનામાં ભાવિન પટેલ પોતે Toyota Etios (નંબર: GJ.03.EL.2506) કારમાં પાયલોટિંગ કરી રહ્યો હતો.​તેની સાથે તેનો સાથીદાર અરમાન બીજી Maruti Suzuki Brezza કારમાં સાથે રહીને રસ્તો ક્લિયર કરાવી રહ્યો હતો.

​મોરબી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ 17 જીવોને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલ વાહન કબજે કર્યું છે અને ફરાર અન્ય આરોપીઓ (ભાવિન પટેલ, અરમાન અને આસિફ) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં ગૌરક્ષક દળો અને પોલીસના સંકલનથી અબોલ જીવોને મોતના મુખમાંથી બચાવવામાં સફળતા મળી છે.

Back to top button
error: Content is protected !!