GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ બાળકના વિવાદમાં વૃદ્ધના ઘરે જઈ ધોકો પછાડી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

HALVAD:હળવદ બાળકના વિવાદમાં વૃદ્ધના ઘરે જઈ ધોકો પછાડી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

શહેરમાં બાળકો વચ્ચેના નજીવી બાબતના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હળવદના બસ સ્ટેન્ડ પાછળ રહેતા એક વૃદ્ધના ઘરે જઈ શખ્સે ‘તમારા પૌત્રએ મારી ભાણીનું બાવડું પકડ્યું છે’ તેમ કહી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 



​મળતી માહિતી મુજબ, હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા નાનજીભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ. ૭૧) એ આરોપી જયેશ કાલુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
​વિવાદનું કારણ: ફરિયાદી નાનજીભાઈના દીકરા શૈલેષનો પુત્ર સાંજના સમયે આરોપીની દુકાને નાસ્તો લેવા ગયો હતો. તે સમયે આરોપીની ભાણી પણ ત્યાં હાજર હતી.
​આ બાબતનો ખાર રાખીને આરોપી જયેશ પરમાર રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યે હાથમાં ધોકો લઈને નાનજીભાઈના ઘરે પહોંચ્યો હતો.​ધમકી અને ગાળાગાળી: આરોપીએ ઘરના દરવાજા પર ધોકા મારી બૂમો પાડી હતી કે, “તમારા શૈલેષના દીકરાને કહી દેજો, તેણે મારી ભાણીનું બાવડું પકડ્યું છે.” આટલું કહી તેણે બિભત્સ ગાળો આપી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી જયેશ કાલુભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!